શ્રી સૌરાષ્ટ્ર સઈ-સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ
Shree Saurashtra Sai Suthar Samaj દ્વારા શરુ કરવામાં આવેલ અનોખી પહેલ 'સમાજ-સાથી' માં સમાજના લગ્નોચ્છુક યુવક-યુવતીઓ સમાજની વેબસાઈટ પર પોતાનું નામ નોંધાવી શકે છે. અમને સમાજમાંથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે તે બદલ સૌનો ખુબ ખુબ આભાર.
'સમાજ-સાથી' પહેલ અંતર્ગત આ ડિસેમ્બર માસમાં યુવક-યુવતી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જે માટેનું ઓનલાઇન ફોર્મ તારીખ ૩૦ નવેમ્બર ૨૦૧૮ સુધી ભરવાનું રહેશે. ફોર્મ ભરનાર તમામ કન્યાઓને 'સમાજ-સાથી' દ્વારા પ્રોત્સાહક ઇનામ રૂપે ચાંદીના સિક્કાનું વિતરણ કરવામાં આવશે.
સમાજ દ્વારા કરવામાં આવતી દરેક કામગીરીને બિરદાવીએ અને સહકાર આપીએ.
તો લગ્નોચ્છુક યુવક-યુવતીઓ આજે જ લોગઇન કરો http://saisuthar-ahmedabad.com/samaaj-sathi પર અને આજે જ રજીસ્ટર્ડ કરવો આપનું નામ અને મેળવો મનપસંદ જીવનસાથી, સંપૂર્ણ સ્વતંત્રતા સાથે.
ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ જણાય તો તમારા વિસ્તારના અથવા નજીકના કારોબારીનો સંપર્ક કરો.
"સમાજમાં રહીએ, સમજમાં રહીએ"
રજીસ્ટર કરવા માટે ક્લિક કરો : http://saisuthar-ahmedabad.com/samaaj-sathi